મોબાઈલમાં જુઓ અને બનાવો Word, Excel, PPT અને PDF ફાઈલ

નમસ્કાર...
કમ્પ્યુટરમાં ઓફીસ અને અન્ય કામ કરવા બેસો છો ત્યારે સૌથી વધુ ઉપયોગી MS-OFFICE એપ્લીકેશન યાદ આવે.
હવે અત્યારે એન્ડ્રોઈડનો યુગ છે. એન્ડ્રોઈડ એટલે મિની કમ્પ્યુટર. તમે MS-OFFICE ની ફાઈલો તમારા મોબાઈલમાં જ જોઈ શકો છો અને EDIT પણ કરી શકો છો. તેમજ નવી ફાઈલ પણ બનાવી શકો. તેના માટે ઘણી નવી એપ્સ છે પણ જે મને સૌથી વધુ ગમી અને હુ વાપરું છુ તે છે OFFICE SUITE 8 એપ.
OFFICE SUITE 8 ના ફાયદાઓ :-
- તેમાં WORD, EXCEL અને PPT ફાઈલ વાંચી અને એડીટ કરી શકાય.
- તે ઉપરાંત બીજી અન્ય ફાઈલો જેમ કે PDF, TXT, વગેરે પણ જોઈ શકાય.
- ફાઈલ સેવ કરતી વખતે MS-OFFICE ની જેમ doc અને docx બંને સુવિધા આપે છે.
- તમે મોબાઈલમાં zip ફાઈલ નથી ખોલી શકતા. તો તે પણ આ એપથી જોઈ શકો.
- MS-OFFICE ના લગભગ તમાંમ મેનુ અને ફીચર આવી જાય છે.
- સૌથી મોટો ફાયદો એ કે ગુજરાતી font ની ફાઈલ પણ તમે જોઈ શકશો.
તો રાહ શેની જુઓ, અત્યારે જ ઈનસ્ટોલ કરો ગૂગલ પ્લે સ્ટોરમાંથી. નીચે ક્લિક કરો.
→ OFFICE SUITE 8 એપ :- ડાઉનલોડ અને ઈનસ્ટોલ