કોઈપણ લાંબી લિંકને ટૂંકી (શોર્ટ) લિંક કેમ બનાવશો ?
લેખક :- વિશાલ ગૌસ્વામી
નમસ્કાર. તમે ઘણીવાર કોઈ બ્લોગ કે મેસેજમાં શોર્ટ લિંક જોઈ હશે. જે ગુગલ જેવી હોય છે. દા.ત. http://goo.gl/3kBcMx તો આ લિંક કેમ બને છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આજ હુ તમને આપીશ.
તે થશે Google URL Shortener થી. અહી તમારી પાસે G-MAIL નું ઈ-મેઈલ હોવુ જોઈએ. જાણો નીચેના સ્ટેપ અને તમારા બ્લોગની લિંક કે બીજી લિંકને ટૂંકી બનાવો. નીચે જુઓ.
પગલું - 1 : તમારા PC કે મોબાઈલના બ્રાઉઝરમા જઈ http://goo.gl ટાઈપ કરી જાઓ.
પગલું - 2 : હવે તેમાં ઉપર એક બોક્સ આવશે ત્યાં તમારે લિંક કોપી કરેલ હશે તેને પેસ્ટ કરવાની. પણ તેમા sign in માં જઈને તમારા G-mail ના આઈડી પાસવર્ડ નાખો. જો તમે પહેલેથી sign in હશો તો જરૂર નથી.
પગલું - 3 : હવે sign in પછી ઉપર બોક્સમાં લિંક પેસ્ટ કરો. પછી તેની બાજુમાં Shortner url પર ક્લિક કરો. બસ 1-2 મિનિટમાં જ શોર્ટ લિંક બની જશે જે જમણી બાજુ દેખાશે.
પગલું - 4 : બસ આ નવી નાની લિંકને કોપી કરી લો અને જેને મોકલવી હોય ફેસબુક, વોટ્સએપ ત્યા પેસ્ટ કરો.