14 Jan 2016

કોઇ વેબસાઇટ પર રાઇટ ક્લિક ડિસેબલ હોય અને ટેક્સ્ટ કૉપી ન થતા હોય તો કઇ રીતે કરવા ?

કોઇ વેબસાઇટ પર રાઇટ ક્લિક ડિસેબલ હોય અને ટેક્સ્ટ કૉપી ન થતા હોય તો કઇ રીતે કરવા ? 

 

Image result for વેબસાઇટ LOGO

અમુક વેબસાઇટ દ્વારા કોઇ ડેટા કૉપી ન થઇ શકે તેવા ઉદેશ્યથી રાઇટ ક્લિક ડિસેબલ કરવામા
 આવે છે તેમજ ટેક્સ્ટ પણ સિલેક્ટ ન થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામા આવે છે. મિત્રો,
 આ પ્રકારની વ્યવસ્થામા કઇ ખાસ હોતુ નથી, ફક્ત JavaScript નો જ ઉપયોગ કરવામા
 આવ્યો હોય છે. તેથી જો વેબ બ્રાઉઝરમા JavaScript ડિસેબલ કરી દેવામા આવે તો તે
 વેબસાઇટ પરની જે-તે સ્ક્રિપ્ટ કાર્ય કરી શકતી નથી અને યુઝરને રાઇટ ક્લિક કરવાની
 તેમજ ટેક્સ્ટ સિલેક્ટ કરવાની મંજુરી મળી જાય છે. 

આશા છે વિદ્યાર્થીઓને આ માહિતી ઉપયોગી થશે. 

Google Chrome:

  • વેબસાઇટ લખવાની જગ્યા પર chrome://settings/content લખી Enter કી પ્રેસ કરવી
  • ત્યારબાદ જે વિન્ડો ખુલે તેમા Do not allow any site to run JavaScript ઓપ્શન
  •  સિલેક્ટ કરવુ
  • OK ક્લિક કરી બધી વિન્ડો બંધ કરવી.
  • જે વેબસાઇટમા રાઇટ ક્લિક ડિસેબલ હોય તે વેબસાઇટ ખોલવી. જો પહેલેથી ખુલી 
  • જ હોય તો F5 કી દબાવી પેજ રીફ્રેશ કરવુ.

Mozilla Firefox:

  • મોઝીલા ફાયરફૉક્સ વેબબ્રાઉઝરના Tools મેનુમા જઇ Options મેનુમા જવુ
  • ત્યારબાદ જે વિન્ડો ખુલે તેમા Content મેનુ પસંદ કરવુ
  • જે પેઇજ ખુલે તેમા Enable JavaScript ઓપ્શન પર સિલેક્ટ થયેલ હોય તેને હટાવવુ
  • OK ક્લિક કરી બધી વિન્ડો બંધ કરવી
  • જે વેબસાઇટમા રાઇટ ક્લિક ડિસેબલ હોય તે વેબસાઇટ ખોલવી. જો પહેલેથી ખુલી જ હોય
  •  તો F5 કી દબાવી પેજ રીફ્રેશ કરવુ.

Internet Explorer:

  • Tools મેનુમા જઇ Internet Options મેનુ પસંદ કરવુ
  • ત્યારબાદ Security ટેબ પસંદ કરી Custom Level બટન પર ક્લિક કરવુ
  • ત્યા આપેલ લિસ્ટમાથી Scripting ઓપ્શન પસંદ કરી તેને Disable કરવુ
  • બ્રાઉઝર બંધ કરી ફરીથી ચાલુ કરવુ અને  જે વેબસાઇટમા રાઇટ ક્લિક ડિસેબલ હો
  • ય તે વેબસાઇટ ખોલવી.
ઉપરની વિધિ કર્યા બાદ તમે કોઇપણ વેબસાઇટ પર રાઇટ ક્લિક કરી શકશો તેમજ ટેક્સ્ટ સિલેક્ટ
 કરી અને કૉપી-પેસ્ટ પણ કરી શકશો.