8 Jan 2016

શું તમે ખેડૂત છો?

શું તમે ખેડૂત છો આપ ખેતી વિષયક સબસિડી મેળવવા માંગો છોગુજરાત સરકાર દ્વારા ખેતી વિષયક વસ્તુઓ પર સબસીડી જાહેર કરેલ છે તો આ સબસીડી મેળવવા માંગતા હોતો નીચેની સૂચનાઓ અનુસારો A. પ્રથમ નીચેની લિંક પર જાઓ https://goo.gl/nbN4Eb B. ઉપરની લિંક ખોલી ખેતી વાડી ની યોજના પર ક્લિક કરો C. ખેતી વાડી ની યોજના પર ક્લિક પછી મુખ્ય યોજના પસંદ કરો D. મુખ્ય યોજના પસંદ કર્યા પછી ૨૦૧૫-૧૬ના ઘટકો પર પર ક્લિક કરો E. ૨૦૧૫-૧૬ના ઘટકો પર પર ક્લિક કર્યા પછી ઘટકનું નામનું લિસ્ટ આવશે તેમાંથી તમારે જે બાબતની સબસિડી મેળવવા તે માટે અરજી કરો પર ક્લિક કરતા નીચેની સૂચનાઓ આવશે ૧. તમે ખેડૂત નોંધણી ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો. ૨. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો નોંધણી નંબર આપવો પડશે. ૩. જો નોંધણી નંબર આપી અરજી કરતા હો અને તેમા મોબાઇલ નંબર આપેલ હશે તો તમારાં મોબાઇલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા સિવાય અરજી સેવ કરી શકશો નહી.(હાલ એક મહીના પૂરતુ OTP વગર ચાલશે) ૪. જો તમે ખેડૂત નોંધણી નંબર આપ્યા વગર અરજી કરતાં હો, તો તમે મોબાઇલ નંબર આપી શકો છો અથવા ના આપો તો પણ ચાલશે. જો મોબાઇલ નંબર આપશો તો એક OTP તમે આપેલ મોબાઇલ નંબર ઉપર મોકલવામાં આવશે અને તે કોમ્પ્યુટરમાં નાખ્યા બાદ જ અરજી સેવ થશે.(હાલ એક મહીના પૂરતુ OTP વગર ચાલશે) ૫. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો. ૬. અરજી નો પ્રિન્ટ આઉટ લેવું ફરજીયાત છે. પ્રિન્ટ આઉટ લઇ સહી કરી જરૂરી દસ્તાવેજ સાથે જે તે ઓફિસમાં અરજી પહોંચાડવી કે તમારા ગામના ગ્રામ સેવકને તા ૫/૦૧/૧૬ સુધી જમા કરાવવું

નિયમિત અપડેટ માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો.
https://play.google.com/store/apps/details?id=com.edusafar

 Image result for farmer logo