11 Aug 2016

ઘરે બેઠા મતદાર કાર્ડમાં તમારું નામ કે સરનામું સુધારો, જાણો કેવી રીતે

ઘરે બેઠા મતદાર કાર્ડમાં તમારું નામ કે સરનામું સુધારો, જાણો કેવી રીતે
 
કેટલીક વાર તમારા મતદાર કાર્ડમાં ભૂલથી કોઈ જાણકારી ખોટી આવી જાય છે. એવામાં તમારે ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેટલીક વાર તમારા નામના સ્પેલિંગમાં ભૂલ આવી જાય છે. જ્યારે અમુક સમયે મતદાર કાર્ડનો ફોટો સરખી રીતે દેખાતો ન હોવાના કારણે પણ તમને કેટલીક તકલીફો આવે છે. તેથી અમે તમને એવી રીત જણાવીશું જેથી તમે મતદાર કાર્ડમાં આવેલી કોઈપણ પ્રકારની ભૂલને ઘરે બેઠાં સુધારી શકો છો. 
મતદાર કાર્ડમાં નામ બદલવા નીચે પ્રમાણે કરો.
સૌ પ્રથમ મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે ચકાશો.
ફેરફાર કરવા માટે ચૂટણી પંચની વેબસાઈટ www.nsvp.in પર લોગઈન કરો. આ પછી Correction of enteries in Electral roll પર ક્લિક કરવાથી 8 નંબરનું ફોર્મ ખુલશે.
ફોર્મ ખુલતા એક નવું પેજ તમારી સામે આવશે. તેમાં વોટર કાર્ડ સાથે જોડાયેલી તમારી દરેક જાણકારી વિશે હશે. તેમાં ક્લિક કરતા એક નવું પેજ સામે આવશે.
આ પછી તમારા મતદાર કાર્ડની દરેક જાણકારી ઘ્યાનથી તે ફોર્મમાં ભરો.
અહીં તમે નવો ફોટો અપલોડ કરીને વોટર લિસ્ટમાં તેને બદલી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે નવો અપલોડ કરેલો ફોટો સફેદ બેકગ્રાઉન્ડમાં હોય. કારણ કે અન્ય કલરના બેકગ્રાઉન્ડનો ફોટો ચૂંટણીપંચ રિજેક્ટ કરી નાખશે.
હવે બધી જ માહિતી ધ્યાનથી ભરો અને ફોર્મ સબમિટ કરી નાખો.
ચૂંટણીપંચ સમયે સમયે અપડેટ થયેલા વોટિંગ કાર્ડ મોકલે છે. જ્યારે તમારું કાર્ડ અપડેટ થઈ જશે તો ચૂંટણીપંચ તેને તમારા સરનામા પર મોકલી આપશે.