18 Feb 2016

Whatsapp ની એક નવી "Whatsapp Lock" એપ

Whatsapp ની એક નવી "Whatsapp Lock" એપ


સૌથી વધુ વપરાતી Whatsapp એપ જેમાં તમારા ઘણા પર્સનલ ચેટ સેવ થયેલા હોય છે. Whatsapp ને પાસવર્ડ વડે લોક કરી શકાય છે, પણ જો તમારો ફોન ઘરે અથવા ઓફિસે રહી જાય અને જો કોઈ તમારો પાસવર્ડ જાણતું હોય તો ચેટ છતું થઇ જવાનો ભય રહે છે.
પણ હવે તમારે ગભરાશો નહિ. અમે તમને જણાવીશું એક એવી એપ વિષે જે તમારા Whatsapp ને પાસવર્ડ પ્રોટેકટેડ બનાવી દેશે, સાથે જ એ તમારી ચેટ વાંચનારની ઓળખ આપી શકશે.
આ એપનું નામ "વ્હોટસ અપ લોક" છે. જેમાં ૪ ડીજીટ ના પીન ગોઠવવાની સાથે તમે ઓટોલોક ટાઈમર પણ સેટ કરી શકો છો. જેમાં મેક્સીમમ ટાઈમ ૧૫ મિનીટ છે. જો કોઈ તમારા વ્હોટસ અપમાં ખોટો પીન નંબર નાંખે છે અને જો તમારા ફોનમાં ફ્રન્ટ કેમેરો છે તો એ વ્યક્તિનો ફોટો ક્લિક થઇ જશે. આ ફોટો ગેલેરીમાં સેવ થશે, ફોટો જોવાથી તમે સહેલાઈથી તમારા ફોનની જાસૂસી કરનાર વ્યક્તિઓ પર જાસૂસી કરી શકો છો. અને તેમની ઓળખ જાણી શકો છો.
આ પ્રકારની બીજી એક એપ "લોક ફોર વ્હોટસ અપ છે, જેમાં તમને નંબર, આલ્ફાબેટ લોક ઉપરાંત પેટર્ન લોકની પણ સુવિધા મળે છે. આ એપમાં તમારા વ્હોટસ અપ સાથે ચેડા કરનાર વ્યક્તિનો ફોટો પડશે નહીં.