18 Feb 2016

ગુડન્યુઝ ! હાઈડ કરી શકશો હવે Whatsapp નાં Private Photos

ગુડન્યુઝ ! હાઈડ કરી શકશો હવે Whatsapp નાં Private Photos



તેવા સ્માર્ટફોન યુઝર્સ માટે ખુશખબર છે જે પોતાના વોટ્સએપમાં પર્શનલ ફોટા કોઈની પણ સાથે શેર નાં કરવા ઈચ્છતા હોય. પર્સનલાઈઝડ ફોટાને યુનિવર્સલ થતા બચાવવા માટે હવે તમારે ખુબ જ સરળ કામ કરવું પડશે. પોતાના સ્માર્ટફોનમાં આ ફીચરની સુવિધા લેવા માટે તમને HUSH GALLERY નામની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવું પડશે. ખાસ વાત એ છે કે, આ એપ માટે તમારે કોઈ કિંમત ચુકવવી નહિ પડે. આ એપ તમારા ફોનમાં ફ્રી ફોટા સાથે વિડીયો પણ હાઇડ પણ કરી શકો છો.
કેવી રીતે કરશો Whatsapp HUSH ઇન્સ્ટોલ :
HUSH GALLERY એપ્લીકેશનને ઇન્સ્ટોલ કરવા માટે આ સરળ સ્ટેપનો ઉપયોગ કરો : - ગુગલમાં HUSH GALLERY INSTALLટાઈપ કરો પછી એન્ટર દબાવો.
- સૌથી ઉપર દેખી રહેલા HUSH GALLERY HIDE PHOTOS- ANDROID APPS ON GOOGLE PLAY પર ક્લિક કરો.
- ઇન્સ્ટોલ બટનને ક્લિક કરી એપને ડાઉનલોડ કરો.
- એપના ઇન્સ્ટોલ થયા બાદ તેને ઓપન કરો અને પછી ગેલેરી ઓપ્શનમાં જઈને પોતાનો પાસવર્ડ સેટ કરો.
- હવે તમે પાસવર્ડ નાંખીને ગેલેરીમાં જે ફોલ્ડર ફોલો કરવા ઈચ્છો છો તેને લોક કરી શકો છો. વોટ્સએપના ફોટા હાઈડ કરવા માટે સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો. જે ફોટાને હાઈડ કરવો છે તેને લાંબો પ્રેસ કરો.
- ફોટાની ઉપર પ્રેસ કરવા પર તમારી સામે HUSH GALLERY નો ઓપ્શન આવશે જેને સિલેક્ટ કરવા પર તમારો વોટ્સએપ ફોટો હાઈડ થઇ જશે. પરંતુ, તમારે વિડીયો છુપાવવી છે તો તમારે આ માટે એપ ખરીદવું પડશે.