18 Feb 2016

તમારા Smartphone ને ઓવરહિટ થતો બચાવશે આ ટેકનીક

તમારા Smartphone ને ઓવરહિટ થતો બચાવશે આ ટેકનીક

પોતાના ડીવાઈઝના ઓવરહિટ થવાના કારણે બધા જ પરેશાન હોય છે, આ પરેશાની તમે પણ શન કરતા હશો. પરંતુ હવે શોધકર્તાઓએ એક નવી ટેકનીક "ટેમ્પરેચર મેપિંગ ટેકનોલોજી" વિકસિત કરી છે. જે Smartphone અને કોમ્પ્યુટરનો ઓવરહિટીંગ પ્રોબ્લેમ દુર કરશે.
આ નવી ટેકનીકથી એન્જીનીયરસ એ જોઈ શકશે કે નાના ઈલેક્ટ્રોનિક સર્કીટની અંદર કેવી રીતે તાપમાન બદલાય છે.
'પ્લાસ્મોન એનર્જી એક્સ્પેંશન થર્મોમેટ્રી' (પીઈઈટી) ના નામથી આવનારી આ ટેકનીકથી યુનિટ્સને સૌથી નાના નેનોમીટર અને સૌથી મોટા એટલેકે એક મીટરના એક અરબના ભાગ જેટલા યુનિટને મેપ કરી શકાય છે.
આ મહત્વપૂર્ણ શોધ ઈન્જીનીયર્સને માઈક્રોપ્રોસેસર ડીઝાઈન કરવા લાયક બનાવે છે જેથી સ્માર્ટફોન અને કોમ્પ્યુટરના ઓવરહિટીંગ પ્રોબ્લેમ્સને ઓછુ કરી શકાય.
જો કે, દરેક ટ્રાનઝેસ્ટર ચલાવવા પર ઘણી ઓછી માત્રામાં હિત ઉત્પન્ન કરે છે, પણ એક જ વાર એક કરતા વધુ ટ્રાનઝેસ્ટર ચલાવવા પર કોમ્પ્યુટર ચીપ ગરમ થઇ જાય છે, અને માટે જ કોમ્પ્યુટર અને સ્માર્ટફોનની સાથે ઓવરહિટ થવાના કેસ જોવા મળે છે.
આ રીસર્ચ ટીમે પોતાની ટેકનીક માટે ડેનિયલ ગ્રેબ્રિ યલ ફારેનહાઈટથી ૧૭૨૪માં લાવવામાં આવેલા પ્રીન્સીપલને આધાર બનાવ્યો છે.