18 Feb 2016

હવે સિમકાર્ડ વગર પણ ચાલશે Whatsapp, જાણી લો કેવી રીતે

હવે સિમકાર્ડ વગર પણ ચાલશે Whatsapp, જાણી લો કેવી રીતે



તમને બધાને ખબર હશે કે વોટ્સએપ ચલાવવા માટે મોબાઈલ કે ટેબલેટમા સીમકાર્ડ નાખવુ પડે છે. પરંતુ શું તમને ખબર છે સીમકાર્ડ વગર પણ તમે મોબાઈલ કે ટેબલેટમા વોટ્સએપ ચલાવી શકો છો. અમે તમને જણાવીશુ એવી રીત જેના વડે તમે કોઈપણ વાઈ-ફાઈની સુવિધા ધરાવતા ટેબલેટમા વોટ્સએપ ચલાવી શકશો. તો જાણો આ રીત....-પોતાના એન્ડ્રોઈડ ટેબલેટમા વાઈ-ફાઈ ચાલુ કરો.-ત્યારબાદ ગૂગલ પ્લે સ્ટોરમા જાવ અને વોટ્સએપ ડાઉનલોડ કરો.-વોટ્સએપ ઈન્સ્ટોલ કર્યા બાદ સેટઅપ ચાલુ કરો.-આ પછી વેરીફીકેશન માટે મેસેજ વિકલ્પ પસંદ કરો.-ટેબલેટમા જે નંબરથી વોટ્સએપ ચાલુ કરવુ હોય તે નંબરને અન્ય મોબાઈલમા નાખો.
-આ પછી મેસેજ વેરિફિકેશન માટે પણ તે જ નંબરને નાખી વેરિફિકેશન મેસેજની રાહ જુઓ.-વેરિફિકેશન મેસેજ મળ્યા બાદ એક કોડ મળશે, તે કોડને નાખો. -આટલુ કર્યા બાદ ટેબલેટમા સીમકાર્ડ વગર વોટ્સએપ ચાલુ થઈ જશે.